ખોવાઈ ગઈ છું એ લાગણીઓ ની લટાર માં ,
મૂંઝાઈ ગઈ છું એ લાગણીઓ બી લટાર માં ..
છેતરી ગઈ છે આખુંય જગત
ને હસ્તા - હસ્તા છેતરાઈ ગઈ છું .. આ લાગણીઓ ..
કે લાવ સમયના તમતમતાં તડકે એને સૂકવવા મૂકું,
ખોવાઈ ગઈ છું .... આ....
કે ચેતવાનારા ઘણાંય મળ્યા હતા મને ,
ને હસતાં હસતાં હું ભાંગી ગઈ છું એ લાગણીઓ માં ...
કે છીંછરા પાણીમાં તરવા પડી હતી હું ,
ક્યાં ખબર હતી , ડૂબી જઈશ ... આ....
કે સંબંધો ના તાંતણે બાંધ્યા હતા સંસ્મરણો ને ,
પોતે જ છૂટી ગઈ છું .... આ....
કે સમય ના સથવારે આજે જ તો થોડું ચાલતા શીખી હતી ,
ને કાલે ફંગોળાઈ ગઈ .... આ....
શબ્દો ના લીસોટે બનાવ્યું હતું ચિત્ર આ લાગણીઓનું ,
ને પોતે જ ભૂંસાઈ ગઈ હું .... આ....
#નિયતિ_પાઠક
(5.10.20)

No comments:
Post a Comment