Friday, 24 November 2023

આગમન

 શમણાંઓનાં નગરમાં આગમન થયું છે તારું

વીતી રહી રાત, આંખને જાગરણ થયું છે તારું,


 મનનાં ભાવો જાણે-અજાણે બની જાય બેકાબૂ,

 વિચારોનાં વમળ મહીં ફસાય દિલ થાય બેકાબૂ,


 વિહળતાં શમણાં મહીં પણ પીછો ન છોડતી,

 તુજ સંગ આતમ કેરી પ્રીત ના તોડતી,


 રૂહના સહવાસે આજ સુધી જિંદગી વિતાવી,

 પ્રેમનાં બંધને જોને કેવી બાંધી પ્રીતડી,


 ભવભવનાં સંગાથી એવાં પ્રીતનાં પારેવા,

 મન હારે પ્રીત કેરાં સંબંધે બંધાયા પારેવા.

વાતો

  ------- કુમકુમ, ચોખા, સ્વસ્તિક ને શ્રીફળની વાતો, આજ કરીશું  મુક્ત મને  અંજળની  વાતો. સ્વાભાવિક છે, હૃદયવિદારક હોઈ  શકે છે, નહિ  ખખડેલાં દ્...