Thursday, 3 September 2020

#અછાંદસ (શૂન્યતા)

મને મારો જ ડર લાગે

એટલી બધી શૂન્યતા
શા માટે
ફેલાઇ હશે અવકાશમાં?

ઉદાસ શિર
ઢાળી શકાય કોઇના
ખભા ઉપર
એવો એક
સંબંધ પણ નથી ?

અને
આથી જ
એકલવાયી સાંજે
અરીસામાં
મારા જ ખભા પર
માથું ઢાળી
હું
રડી લઉં છું.

અલી ડાળીઓ
ક્યાં સુધી ઝુરશો, લ્યો
ઝીલો પવન...





એક સઘન અભિવ્યક્તિ…….

6 comments:

  1. Woah excellent thoughts. Even i hv same fear my sweetu

    ReplyDelete
  2. શબ્દો સ્વરૂપે જાણે લાગણીઓ તાદૃશ થઈ છે...

    ReplyDelete
  3. Not fear of ownself ... actually fear of that " self".... according to others...we are....need to get fear of it actually....to be o"

    ReplyDelete

વાતો

  ------- કુમકુમ, ચોખા, સ્વસ્તિક ને શ્રીફળની વાતો, આજ કરીશું  મુક્ત મને  અંજળની  વાતો. સ્વાભાવિક છે, હૃદયવિદારક હોઈ  શકે છે, નહિ  ખખડેલાં દ્...