Saturday, 3 February 2018

લાગી આવે ...........

પાનખરોમાં પાન ખરે ને,ઝાડનો
                  આખો વાન ખરે ને, ત્યારે સાલું
                  લાગી આવે

                 જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું
                 એકાંત ખરે ને, ત્યારે સાલું
                 લાગી આવે.

               
તું ના બોલેે ને

મારો જીવ તને બોલાવે

પણ તું ના મળે

સાલું ત્યારે લાગી આવે


                   એક જ ડગલું બાકી હો ને અંતે
                    એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું
                    લાગી આવે.

                 
                    હોય તું દૂર

તોય પાસ લાગે ને તું ..

ના મળે મને ..

તો લાગી આવે..



                     તમે હોવ મુશ્તાક, તમારી
                     તલવારો પર, દુશ્મનને પડકારી લાવો
                     રણની વચ્ચે

                     હાથ જરા સરકાવો પાછળ,
                     સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું
                     લાગી આવે.

દો દિલ એક જાન

રોજ સાથે તોય અલગ

તું પણ જાણે છે કે તું ને હું એક બીજા માટે શું

પણ હવે કૈક છે જે ના થઇ દૂર , અંજાન બેય

સાલું લાગી આવે યાર........






એક દોસ્તી ના નામે ....😍


હું તને ગોતું છું બેન ક્યાં છે તું ..........


તારી યાદ માં  હું ....








DESTINY

7 comments:

વાતો

  ------- કુમકુમ, ચોખા, સ્વસ્તિક ને શ્રીફળની વાતો, આજ કરીશું  મુક્ત મને  અંજળની  વાતો. સ્વાભાવિક છે, હૃદયવિદારક હોઈ  શકે છે, નહિ  ખખડેલાં દ્...